તો હું માનું
તો હું માનું
બહુ થયું કશ્મીર ! તારું ખમીર હવે તો જગાવ,
જો લૂંટી ચાલ્યા તેં ખીલવેલા તારા જ ગુલાબ !
જન્નત કહેવાય એવું રે કશ્મીર ! જો નવો બદલાવ,
ઉગામી શસ્ત્ર, શાસ્ત્રોમાં શોધી ખામી, જન્માવતો અલગાવ !
શાલીમાર બાગની શોભા, ડાલ લેકનું નિર્મળ જળ, ને ઉનાવ,
'હું તારો, હું તમારો' કહી જીતતા આવ્યા સૌ ખુદનો ચુનાવ !
કુંજ ગલીઓમાં ખેલતા નાનકડાં ભૂલકાંઓ હવે બતાવ !
ઢૂંકીનેય જોઈ નથ શકતા એને અંધવિશ્વાસે ન રમાડ !
કુદરતને ખોળે ખુશી પ્રસરાવતા એ જીવોને જીવતા શીખવ,
હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈનો ભેદભાવ એમનામાં ન સળગાવ !
બિન્દાસ હરીફરી શકે એ માહોલ જગાવી બતાવ,
અણનમ રહી બતાવે જો તું દ્વંદ્વમાં, હે પશુ મને મનાવ !
લાલ, રક્ત એક જ રંગનું સૌનું, જો વહે કોઈમાંથી ય ટપકાવ !
ભિન્ન નીકળે તો હું માનું, કશ્મીર તારું, ન મારું, જાવ !