STORYMIRROR

અશ્ક રેશમિયા

Drama Others

3  

અશ્ક રેશમિયા

Drama Others

અલી માપમાં રે'જે!

અલી માપમાં રે'જે!

1 min
571

અલી, માપમાં રે'જે!


આમ આંખ ના ઉડાડ છોરી,

પાંપણને જરા નીચી તું રાખ,

છાતીના ઉછાળાને કાબૂમાં રાખ,

અલી, માપમાં રે'જે!

હોય તું ગુલાબ હો ચંપો, ચમેલી કે મોગરો,

જુલ્ફો તણી લટોને,

આમ સરાજાહેર લહેરાવ ના,

અલી, માપમાં રે'જે!


મોહમાં ના પાડ જરી,

ખુદ કદી મોહમાં ન અટવાતી,

પ્રેમમાં મળે છે દર્દ દગાઓ ને વેદનાના વંટોળિયા,

અલી, માપમાં રે'જે!


જોબનિયું જાતા વાર નહીં લાગે,

ને પછી દિલ પર છાતીનો ભાર અતિ લાગશે,

જાળવ તું જીંદગીને,

અલી માપમાં રે'જે!


લાગણીના અશ્વોને રાખ જરા કાબૂમાં,

ને રહેવા દે હવે નહાવાનું સુગંધી સાબુમાં,

પડ્યો જો ડિલ પરે ડાઘ જો,

કદીયે નહીં ધોવાશે,

અલી, માપમાં રે'જે!


આંખોમાં વસાવીને ફસાવી દે છે દુનિયા,

મળશે તો માણશે ને ના મળ્યે આબરૂ ઉડાડશે,

બડી ગજમની છે દુનિયા,

અલી, માપમાં રે'જે!



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama