શ્રાવણી પૂનમ
શ્રાવણી પૂનમ


આવી આવી છે શ્રાવણી પૂનમ ,
કે બેનડી બાંધે છે રાખડી ,
સંગે લાવી છે બળેવના બંધન
કે બેનડી બાંધે છે રાખડી.
રક્ષાનું બંધન વીરા ભવોભવ નિભાવજે ,
સાસરિયાના ત્રાસે વીરા વહારે તું આવજે ,
રાખજે તું બેનડીની લાજ,
કે બેનડી બાંધે છે રાખડી.
આવ્યો આવો પ્રેમનો પવિત્ર તહેવાર,
કે બેનડી બાંધે છે રાખડી,
સંગે લાવ્યો છે બંધુત્વનો સંદેશ,
કે બેનડી બાંધે છે રાખડી.
સ્નેહની જગમાં વીરા ખુબૂ ફેલાવજે,
બેનડીનાં સ્નેહની તું વહારી થાજે,
સાચવજે તું બેનડીની લાજ,
કે બેનડી બાંધે છે રાખડી.
આવ્યો આવ્યો નેહ નીતરતો સાવન,
કે બેનડી બાંધે છે રાખડી,
સંગે લાવ્યો ભોળાની ભક્તિનો પ્રસાદ ,
કે બેનડી બાંધે છે રાખડી.
આવી આવી છે શ્રાવણી પૂનમ,
કે બેનડી બાંધે છે રાખડી,
મારા ધાગાની રાખજે તું લાજ ,
કે બેનડી બાંધે છે રાખડી.