STORYMIRROR

Nana Mohammedamin

Inspirational Others

4  

Nana Mohammedamin

Inspirational Others

બેરોજગાર

બેરોજગાર

1 min
344

બસ ! ખાલી ખભા પર થોડો ભાર જોઈએ,

બહુ થયું હવે સાહેબ, બેરોજગાર છું રોજગાર જોઈએ,


ખિસ્સામાં રૂપિયા નહીં પદવી લઈને ફરું હું,

દિવસે દિવસે ખુદની નજરોથી નીચો પડી રહ્યો હું,

કામયાબીનાં ઘરની બસ અડધી ખુલ્લી કમાન જોઈએ,

બહુ થયું હવે સાહેબ, બેરોજગાર છું રોજગાર જોઈએ,


કોઈ પૂછે શું કરે ? તો મોં છુપાવી રહ્યો હું,

આસપાસના લોકોથી ભલુબૂરૂ સાંભળી રહ્યો હું,

ગુજરાન ચલાવવા તો બસ કંઈક ઢંગનું કામ જોઈએ,

બહુ થયું હવે સાહેબ, બેરોજગાર છું રોજગાર જોઈએ,


સૂકી રોટી ખાઈને સુકુનથી પેટ ભરી રહ્યો હું,

ભષ્ટાચાર આચરી પામવા નોકરીથી દૂર ભાગ્યો હું,

સમજાયું નોકરી મેળવવા બસ અહીં તો જુગાડ જોઈએ,

બહુ થયું હવે સાહેબ, બેરોજગાર છું રોજગાર જોઈએ,


બસ ! ખાલી ખભા પર થોડો ભાર જોઈએ,

બહુ થયું હવે સાહેબ, હવે તો "નાના"ને રોજગાર જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational