Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4.8  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

રહ્યો હું

રહ્યો હું

1 min
380


જિંદગીએ દર્દ આપ્યા છતાં હસતો રહ્યો હું,

માર્ગમાં કાંટા આવ્યા છતાં ચાલતો રહ્યો હું,


કોઈ કોઈનું નથી બધા છે મતલબી અહીં,

જફા કરતાં ગયા લોકો છતાં વફા કરતો રહ્યો હું,


ટૂટ્યો ઘણી વખત દીલથી પછી પણ, 

જુલમ થતા ગયા છતાં એ સહેતો રહ્યો હું,


ચાર દિનની ચાંદનીથી દિલ લાગતું નથી, 

શરીરથી તો જીવું છતાં અંદરથી મરતો રહ્યો હું,


ચારેકોર તંગ હાલાતોથી ઘેરાઈ ગયો,

બસ એ જ પરેશાની છતાં સબર કરતો રહ્યો હું,


આબાદ થશે નહીં હવે આ ઉદાસીનું નગર,

ગમગીની છતાં ખુશીઓની વર્ષા પાડતો રહ્યો હું,


ભીડની ચાહતમાં "નાના" એકલો થઈ બેઠો,

દૂર થતા ગયા છતાં હરકોઈ માટે દુઆ માંગતો રહ્યો હું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy