Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4.4  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

નહીં

નહીં

1 min
240


બહસ થઈ હતી જોરદાર પરંતુ ધારદાર નહીં,

એક હંગામો થયો હતો પરંતુ એ પણ અસરદાર નહીં,


બોલવામાં તો હતો એક નાઈલાજ આમિલ,

સાંભળવા વાત બીજાઓની એ જરાય તૈયાર નહીં,


તમાશાઈ હતો એક સલાહકારના સ્વરૂપમાં,

સારું એ થયું કે દર્શકના એકેય હાથમાં તલવાર નહીં,


ગુફતગુ કરવાના અંદાજથી થઈ ગયા બધા માહિતગાર,

હકીકત એ છે કે વ્યક્ત કરનાર જરાય ખબરદાર નહીં,


કાન લગાવી સાંભળવાની ક્યાં કોઈને છે ફુરસત,

ફરી પાછું એવું પણ નથી કે હર કોઈ બેકાર નહીં,


પેશ કર્યા અમે તમામ બે-ગુનાહીના પુરાવાઓ,

વાકેફગાર થઈ કહેવા લાગ્યા કોઈ ગુનેગાર નહીં,


કરાહત તો "નાના"ને પણ થાય જવાથી ત્યાં,

જ્યાં મહેફિલમાં બેસનાર કોઈ જરાય સમજદાર નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy