STORYMIRROR

Megh Bindu

Inspirational Classics

3  

Megh Bindu

Inspirational Classics

આનંદ આનંદ છાયો

આનંદ આનંદ છાયો

1 min
28.3K


આનંદ આનંદ છાયો,

આજ આનંદ આનદ છાયો.

ભવભવથી ઝંખ્યો’તો જેને;

એ નાદ ભીતર સંભળાયો... આનંદ...

ઝળહળ જ્યોતિ ઝાંઝર પહેરી,

રુમઝુમ રુમઝુમ રણકે.

પ્રકાશનાં અજવાળે મારા,

રોમ રોમ આ ચમકે !

પ્રભુકૃપાથી મબલખ પામ્યો,

ભીતર આજ ભીંજાયો... આનંદ...

તીમીરભીતિ દૂર થઇ ગઈ,

શ્રદ્ધાના સથવારે.

વિશ્વાસે હું ડગલાં ભરતો,

જીવનની પગથારે!

અનુભૂતિનો રાગ અનેરો,

અશ્રુ થઇ રેલાયો...આનંદ...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational