STORYMIRROR

Megh Bindu

Inspirational Classics

3  

Megh Bindu

Inspirational Classics

વ્હાલમાં

વ્હાલમાં

1 min
27.1K

આખું ચોમાસું હું ભીંજાતી રહી તારા વ્હાલમાં,

આખું ચોમાસું હું નીતરતી રહી તારા વ્હાલમાં.

એઈ વ્હાલમ તારા વહાલમાં...

તું ઝરમર વરસે કે ધોધમાર વરસે,

તારું વરસવું એ ગમતું.

હાથમાં પરોવી હાથ તારી સંગાથમાં,

અમથું પલળવુંયે ગમતું.

લજ્જાઈ જાઉં એવું પૂછતી નહીં,

જ્યારે હું હોઉં તારા ખ્યાલમાં.

આખું ચોમાસું હું ભીંજાતી રહી તારા વ્હાલમાં,

આખું ચોમાસું હું નીતરતી રહી તારા વ્હાલમાં.

એઈ વ્હાલમ તારા વ્હાલમાં...

જીવતરના આકાશે જોવા મળ્યાં,

મેઘધનું સાત સાત રંગનાં.

ભાવભીના ટહુકાઓ સાંભળ્યા કરું,

ને ઝરણાઓ ગાતાં ઉમંગના.

આનંદના અશ્રુઓ દોડી આવ્યાં,

તેં પૂછ્યું કંઇક એવું સવાલમાં.

આખું ચોમાસું હું ભીંજાતી રહી તારા વ્હાલમાં,

આખું ચોમાસું હું નીતરતી રહી તારા વ્હાલમાં.

એઈ વ્હાલમ તારા વ્હાલમાં...

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational