Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Shital Gadhavi

Others


4  

Shital Gadhavi

Others


હરિગીત

હરિગીત

1 min 13.4K 1 min 13.4K

કોઈ અહીં કાયમ નથી તું જોઈ લેજે ઓ હૃદય,
દુઃખી થઈ પંચાતમાં તું ભીતરે કરતો પ્રલય.
ટૂંકી કરી રાતો અને જો સૂરજે પડ ખોલિયા;
તુજ આંગણે પણ ઢાળશે એ ગાઢ કિરણો ઢોલિયા.

સામો થઈ ઊભો સમય ના રોક એને આવતા,
છૂટી ગયેલી પળ મહીં તું શીખ શમણાં વાવતા.
ઝુકાવ જે એ ધડ અહ્મના શૌર્ય લઇ અણમોલિયા,
તુજ આંગણે પણ ઢાળશે એ ગાઢ કિરણો ઢોલિયા.

હથિયાર તારા શબ્દો છે મા શારદેની શાન તું,
અક્ષર જરા ફફડાવ આજે આ કલમની તાન તું.
ટાંકી સ્વ હસ્તાક્ષર હવે ત્યાં છાપ ગ્રંથો તોલિયા,
તુજ આંગણે પણ ઢાળશે એ ગાઢ કિરણો ઢોલિયા.


Rate this content
Log in