Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Shital Gadhavi

Others


4  

Shital Gadhavi

Others


.તું એટલે મારું તરબોળ ચોમાસું..

.તું એટલે મારું તરબોળ ચોમાસું..

1 min 13.7K 1 min 13.7K

એ ઝુલ્ફો જ્યાં ઝટકે ને બેસે ચોમાસું.
એ મુખ એવું મલકે ને બેસે ચોમાસું.

એકાદી મીઠી ઘટના પાલવમાં બાંધે,
એ પાલવ સર સરકે ને બેસે ચોમાસું.

કાળા ઘાટા વાદળ તે આંખોમાં આંજે,
એ પાંપણ તસુ ફરકે ને બેસે ચોમાસું.

રુમઝુમ રુમઝુમ ચાલે ધરતી એમાં મ્હાલે,
એ ઝાંઝર છન છનકે ને બેસે ચોમાસું.

સમણાંની સેજે ફૂલો આલિંગન ભરતા,
એ હૈયે પળ ધડકે ને બેસે ચોમાસું


Rate this content
Log in