Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Shital Gadhavi

Others


3  

Shital Gadhavi

Others


જુદો હોય છે

જુદો હોય છે

1 min 13.2K 1 min 13.2K

પારદર્શક કાચનો અણસાર જુદો હોય છે.
વેણ મીઠા વેચતો,વેપાર જુદો હોય છે.

પુષ્પના આ મ્હેકતા મારગ ઉપર ચાલી રહી,
કંટકો મધ્યે થતો, સ્વીકાર જુદો હોય છે.

એક ખાલીપો અહીં પણ સાવ ખીચોખીચ છે,
ત્યાં જ ઉઠતી ટીસમાં, બળનાર જુદો હોય છે.

દેવના દરબારમાં રસ કોઈને ક્યાં છે હવે,
હાથ જોડી માંગતો નાદાર જુદો હોય છે.

ક્યાંક ઈતિહાસો રચાયા, ક્યાંક કબરો થઈ નવી,
કાગળો પર એ છપાતો ભાર જુદો હોય છે.


Rate this content
Log in