STORYMIRROR

Shital Gadhavi

Others

3  

Shital Gadhavi

Others

જેવું હશે ?

જેવું હશે ?

1 min
27.1K


કૈક ખખડયું, કોઈ પળ જેવું હશે?
કે પછી વ્હેણે વમળ જેવું હશે ?

દ્વાર ખોલ્યું ને વિચાર્યું ખોલતાં,
મેં કરેલા તપનું ફળ જેવું હશે.

આંખ ચોળી એ હતા સન્મુખ ઉભા,
પ્રાર્થનામાં આજબળ જેવું હશે.

કોતરે વરસો પછી પડઘા પડ્યા,
ત્યાં પહેલેથી અકળ જેવું હશે.

તરબતર થ્યું આ હૃદય જોઈ તને,
પોયણું અડધું કમળ જેવું હશે.


साहित्याला गुण द्या
लॉग इन