STORYMIRROR

Prafulla Brahmbhatt

Classics

4  

Prafulla Brahmbhatt

Classics

તરબોળ

તરબોળ

1 min
7

મન પ્રસન્નતાથી આજ મારું ઊભરાઈ ગયું, 

વતનની બૂ-થી આજ મન તરબોળ થઈ ગયું.


તન ભલે વતન છોડે મન વતનમાં રહી ગયું,

વતનની બૂ-થી આજ મન પ્રફુલ્લિત થઈ ગયું. 


હવા વતનની તાજી ને જીવંત દેખાતી ખુશનુમા,

ને પ્રેમાળ લાગણીઓમાં રમવાનું મન થઈ ગયું,

વતનની બૂ-થી આજ મન તરબોળ થઈ ગયું. 


બાળ ગોઠિયાઓની મંડળી ને વનવગડાનો નૈસર્ગિક આનંદ,

કુદરતને ખોળે આજ મને શ્વાસ લેવાનું મન થઈ ગયું,

વતનની બૂ-થી આજ મન મારું તરબોળ થઈ ગયું. 


ચોમાસાની શરૂઆતે ને વતનની ધરતી પર વરસતાં, 

પહેલાં ફોરાંની આજ મને સુગંધ લેવાનું મન થઈ ગયું,

વતનની બૂ-થી આજ મન તરબોળ થઈ ગયું. 


વતનમાં ખેતરે ને બાગમાં કોયલ ને મોરનાં ટહુકામાં,

પતંગિયા,ભમરાની સંગે મને ગીત ગાવાનું મન થઈ ગયું,

વતનની બૂ-થી આજ મન તરબોળ થઈ ગયું. 


હ્યદય આજ પોકાર કરે મારી આ માતૃભૂમિ કાજે,

આખરી સમય સ્વજનો સાથે વિતાવવાનું મન થઈ ગયું,

વતનની બૂ-થી આજ મન તરબોળ થઈ ગયું. 


Rate this content
Log in

More gujarati poem from Prafulla Brahmbhatt

Similar gujarati poem from Classics