સમજણ
સમજણ
જેમ વીતતું જાય છે, સમજાતું જાય છે,
આભાર 'ઈશ'નો, ઘણું વિસરાતું જાય છે.
વિરોધ કે દલીલને હવે સ્મિત આપું છું,
મુકુ છું એને નેવે,કે જે ચર્ચાતું જાય છે.
કમાવામાં એશો-આરામ કે પદ-પ્રતિષ્ઠા,
શાંતિનુ સાચું સુખ તો ખર્ચાતું જાય છે.
ભૂલી ગયા પ્રભાવિત થવાનું કે કરવાનું,
સરળ છે જે એ મનમાં સમાતું જાય છે.
આ કાનને મારાં જાણે, ગળણીઓ લાગી,
સાંભળવું હોય એજ સંભળાતું જાય છે.
