એની તોલે બીજું કોઈ નાં આવી શકે
એની તોલે બીજું કોઈ નાં આવી શકે
કુદરતની તોલે કોઈ ન આવી શકે !
મૃત વ્યક્તિના કોઈ પ્રાણ કોઈ પૂરી ના શકે !
એ ધારે તો માટીના પૂતળાને માનવી બનાવી શકે !
એ ધારે તો ચાંદ ધરતી પર લાવી શકે !
કેવી એની રચના બેજોડ અને અદભુત છે !
નારિયેળમાં ક્યાંય નથી કાણુ તોયે એમાં પાણી મીઠું મધ છે !
એની રચના અવર્ણનીય અને બેજોડ છે,
નાનું એવું મગજ કાર્ય કરે અદભુત અજોડ છે !
એની સૃષ્ટિમાં રંગોનો ખજાનો અદભુત છે,
ક્યાંક લાલ પીળા ફૂલો, તો રંગબેરંગી પતંગિયા અદભુત છે.
એની કરામતનું વર્ણન ના થઈ શકે કદી શબ્દોમાં,
એની રચના બેનમૂન ,બેજોડ, અદભુત છે.
કેવી અદ્ભૂત ઋતુઓનો નજારો રંગીન છે !
એ ચાહે તો જલ ને સ્થળ અને સ્થળ ને જળ બનાવી જાણે.
