મારી ઉમર તમને મળે
મારી ઉમર તમને મળે
આવે વસંત મારા આંગણે ને,
તાજગી બધી તમને મળે.
હું માંગુ દુઆ અને એ ફળે,
મારી જિંદગીની તમામ ખુશીઓ તમને મળે.
મહેનતથી મારી, ગુલ ખીલે મારે આંગણે,
પણ એની મહેક બધી તમને મળે.
હું માંગુ એક બુંદ અને આખો સાગર મળે,
સાગરના મોંઘા મોતી બધા તમને મળે .
હું માંગુ એક સિતારો ને આંખું આકાશ મળે,
પૂરા એ ચાંદની રોશની તમને મળે.
હું માંગુ એક ક્ષણ ને આખી સદી મળે,
મારી પૂરી કી પુરી ઉંમર તમને મળે.
હું હાથ જોડું ને ખુદા મળે,
મારા જીવનનાં તમામ સુખો તમને મળે.
હું માંગુ એક બુંદ ને પૂરું વાદળ વરસે,
મારા નસીબની બધી રહેમતો તમને મળે.
ભલે અમે ડુંબીયે મઝધારમાં,
જીવનમાં સુંદર કિનારો તમને મળે.
