STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Classics

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Classics

આ સમાજ

આ સમાજ

1 min
9

માનવના સમુહ થકી રચાય આ સમાજ,

ક્યારેક શાંતિનો અહેસાસ કરાવે આ સમાજ.


ક્યારેક રીતરિવાજો લઈ કોઈના અરમાનની ચિતા જલાવે આ સમાજ,

ક્યારેક નાતજાતની વાત લઈ બે પ્રેમીઓને અળગા કરે આ સમાજ.


ક્યારેક કાર્યોમાં સંપૂર્ણ સહકાર આપે આ સમાજ,

તો ક્યારેક વિકાસમાં અવરોધ ઊભો કરે આ સમાજ.


ગરીબોને પાઈ પાઈ માટે ધિક્કારે આ સમાજ,

તો પ્રિવેડિંગમાં કરોડોનો ધુમાડો કરે આ સમાજ.


મંદિર મસ્જિદમાં જઈ લાખોની મન્નત માંગે આ સમાજ,

તો ક્યારેક ઈશ્વરની ઈચ્છા અવગણે આ સમાજ.


નાની નાની વાતોને ચર્ચાને ચગડોળે ચડાવે આ સમાજ,

ધનિકોની એબપણના ખોલે આ સમાજ.


જીવતા પોતાના લોકોને જાણે નહિ, સમજે નહિ,

મર્યા પછી ઉત્તરક્રિયામાં ગામ ધુમાડો કરે આ સમાજ.


ખોટા રિવાજોની હારમાળા સર્જે આ સમાજ,

ધર્મના નામે ધતિંગ કરે આ સમાજ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy