જાહોજલાલી
જાહોજલાલી
પાંચ - દસ પૈસાની જાહોજલાલી હતી,
બાળપણની મારી ચાલ મતવાલી હતી.
ધૂળ - માટીના ખજાનાથી હતી ભરપૂર,
એવુ નહોતું કે મારી હથેળી ખાલી હતી.
પ્રસાદ માટે જ જવાનુ રોજ પ્રભુ મંદિરે,
કદાચ આ ટેવ મારી ઈશને વ્હાલી હતી.
પરાણે પાટીમાં ઘૂંટેલા એ ચાર આંકડા,
ને ગ્રંથોથી ઉમદા એ ભાષા કાલી હતી.
ઊંઘતાજ જાણે એકદમ પડતું સવાર,
તો, રમતમાં રંગેલી સાંજની લાલી હતી.