"જિંદગી રૂડું ગીત છે."
"જિંદગી રૂડું ગીત છે."
મોજથી ગાઈ લે જિંદગી રૂડું ગીત છે,
આનંદથી ઝૂમી લે જિંદગી સંગીત છે.
નાચી લે ઝૂમી લે મોજ મસ્તી કરી લે તું,
જિંદગીને સમજો તો સરસ સ્મિત છે.
દુનિયાની ફિકર છોડ તારામાં મસ્ત બનીજા,
દુનિયામાં ખુશીથી જીવવાની આ રીત છે.
મળી છે થોડી મહોલત તો મોજ કરી લે,
તારી જાતને ખુશ રાખી શકે એજ જીત છે.
મોજથી પાર કરીલે તું જીવનની ડગર,
ખુશીની આડે આમેય ક્યાં કોઈ ભીંત છે !
જિંદગી તો સુંદર મજાનું રૂડું ગીત છે,
ફિકર છોડ મોજ કર,જીવન સંગીત છે.
