સૃષ્ટિનું ચક્ર નિયમિત ચાલ્યા કરે
સૃષ્ટિનું ચક્ર નિયમિત ચાલ્યા કરે
રાત પછી દિવસ, પછી રાત સૃષ્ટિનું ચક્ર નિયમિત ચાલ્યા કરે,
જેનો નામ એનો નાશ, જન્મ્યા એ મર્યા કરે.
પાનખર પછી વસંત,વસંત પછી પાનખર,
કુમળી કૂંપળો પીળા પાન બની ખર્યા કરે.
આપ્યું છે ઈશ્વરે પ્રેમાળ હૈયું,કોઈને પ્રેમ કરે,
પછી એની યાદમાં એ રાતદિવસ ઝુર્યા કરે.
ક્યારેક દુઃખ, ક્યારેક સુખ, ક્યારેક વ્યથા,
આમ કર્મ પ્રમાણે ભાગ્યનું ચક્ર ફર્યા કરે.
ક્યારેક કોઈ નાનું મોટું પુણ્ય માનવી કર્યા કરે,
કર્મોની સજાથી આમ માનવી ડર્યા કરે.
કર્મ પ્રમાણેનવો અવતાર ધારણ કરે માનવી,
આમ ને આમ એ લખચોરાશીનાં ફેરા ફર્યા કરે.
