STORYMIRROR

Narendra K Trivedi

Classics

4  

Narendra K Trivedi

Classics

તારું ડમરું ડમડમ વાગે

તારું ડમરું ડમડમ વાગે

1 min
7

જ્યારે ભોળા તારું ડમરું ડમડમ વાગે, 

લોકોના મનભાવો જાગે દિલથી  નાચે.


જન કાજે તે કંઠે હળાહળ ધારણ  કીધું,

ૐકારે બ્રહ્મમાં શિવ શિવના નાદો જાગે.


તારું તાંડવ અગ્નિ જ્વાળા  ધરતી ધ્રૂજે,

સૌ દાનવ ત્રાહિ ત્રાહિ થઈને તો  ભાગે.


આપ્યુ છે તે તો જગને રક્ષણ જીવતરનું,

મંદિર મંદિર ફરતો હું તો જ્યાં ત્યાં ભાસે.


ભૂતોની ટોળી  સંગે  વસવું  સ્મશાને,

જન જીવનમાં ભોલા તું તો વસતો લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics