વ્હાલી જિંદગી
વ્હાલી જિંદગી
અંતરમનને કંડારી બનું હું બેસ્ટ કારીગર,
સહાયતા ચોક્કસ કરશે, ઉપર બેસેલો બાજીગર,
દુનિયાને હું આપીશ મારી અલગ ઓળખ,
મારા માતપિતા પણ જોઈને પામશે હરખ,
છોડી દઈશ હું દુનિયાની ખોટી જંજાળ,
નહીં અંજાઈશ જોઈ દુનિયાની ઝાકઝમાળ,
જિંદગીને બનાવીશ હર પળ હું સંગીન,
સૌની દુનિયા બનાવીશ સ્વર્ગ જેવી હસીન,
ડિયર જિંદગી તને હું ખૂબ જ લાડ લડાવીશ,
તારા બતાવ્યા રસ્તા મુજબ હંમેશા ચાલીશ.
