સુહાની સફર
સુહાની સફર
ઈશ્વર કરે મળે સૌને સુહાની ડગર,
ના હોય કદી કોઈની રાહમાં કંકર,
મળે સુહાની મંઝિલ જીવનમાં સૌને,
મળે એવો સૌને વફાદાર હમસફર.
જિંદગી સૌની છે એક સુહાની સફર,
ક્યારેક કંટક તો ક્યારેક ફૂલો ભરી ડગર,
સુખ દુઃખનું ચક્ર તો જીવનમાં ફર્યા કરે,
બસ ચાલ્યા જ કરો ગભરાયા વગર.
