પનિહારી
પનિહારી
ખેતરના શેઢે મારાં મસ્ત મજાનો કૂવો રે,
ગામની સૌ નાર જુઓ હરખે ભરે પાણી રે.
કૂવાને કાંઠે પનિહારી રે બેડ ભરે પાણી રે,
તરસ્યાને જળ મીઠા પાયરે એવી ગામની સૌ નારી રે.
સરખી સહેલીઓ મળે કૂવા કાંઠે ભરવા પાણી રે,
પછી વાતો કરે આખા ગામની એવી સુંદર વાણી રે.
કૂવાના પાણી જાણે ગંગા જમુનાના નીર,
કાનુડો આવી તાણે સુંદર નારીઓના ચીર.
ખેતરોની વચ્ચેથી નારીઓ જાય માથે બેડલા ચડાવી,
શરમ લજ્જાથી લટક મટક કરતી બધાથી નજર બચાવી.
