STORYMIRROR

SHEFALI SHAH

Romance

4  

SHEFALI SHAH

Romance

કરીને તરબતર...

કરીને તરબતર...

1 min
447

કરીને તરબતર મને એની લાગણીથી,

જોને કેવો એ પરેશાન કરે છે ?


શોધું છું એને જ હરપળ આસપાસ,

જાણીને એ પોતાના પર ગુમાન કરે છે,


કાંટાળી ઘણી છે આ રાહ પ્રણયની,

એના હર ઝખ્મ એ પોતાના નામ કરે છે,


કડવી મીઠી વાતોને પોતાના પર લઈને,

વાતે વાતે એ પ્રીતમાં સમાધાન કરે છે,


ચાહું છું એને હું મારાથી પણ વધારે,

સાંભળીને એ થોડું અભિમાન કરે છે,


પ્રેમ તો એ પણ કરે છે બેહિસાબ મને,

તોય કોણ જાણે કેમ એ હેરાન કરે છે ?


કરીને તરબર મને એની લાગણીથી,

મારી રુહને એ પોતાના નામ કરે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance