મનનાં પતઝડ
મનનાં પતઝડ
મનનાં પતઝદ ને વેરી નાંખે,
એવાં વસંત નાં પગલાં પડ્યા,
ઝળહળતી રાતના તારા તૂટે,
એવાં રુબરુ અમે થયાં,
યાદોના દબાયેલા મનજર ખીલે,
એવાં મેઘ વરસ્યા,
ને ખાલીખમ પડેલા શરીરમાં,
જીવના અંશ મલ્યા,
જોગી આ મનના દ્વાર પર,
જાણે હેતના થાપા પડ્યા,
ઝનકારા મારતી મારી પાયલને,
સંગીતના સુર મળ્યા,
સમયએ આપેલ ઘાવ પર,
આશાની રૂઝ લાવ્યા,
કે મારા મનમાં તહેવાર ઉજવાય,
એવાં રુબરુ અમે થયાં
અક્ષૌનાં બાદબાકી સરવાળા,
બે પર આવી અટક્યા,
આંસુના રેલા એ યાદોની,
તસ્વીરો ને ધુનધલા કર્યા,
મન મુકીને આંખમાંથી,
પ્રેમ ને દુખ એક બની વરસ્યા,
ઈશારામાં ફરીયાદ કરી,
ફરી યાદ આવે એવાં રુબરુ અમે થયા.

