STORYMIRROR

Dr.Milind Tapodhan

Romance

4  

Dr.Milind Tapodhan

Romance

તમારી લટને તાળાં તોડતા આવડે છે

તમારી લટને તાળાં તોડતા આવડે છે

1 min
311

હૃદયને બંધ કરીને ફેંકી હતી ચાવી,

કોને ખબર હતી કે

તમારી લટને તાળાં તોડતા આવડે છે.


મનરૂપી પતંગને કર્યો હતો સ્થિર,

કોને ખબર હતી કે

તમારી આંખોને પેચ લગાવતાં આવડે છે.


લાગણીના સાગરને કર્યો હતો વશ,

કોને ખબર હતી કે

તમારી સુવાસને ચંદ્ર બનતાં આવડે છે.


બનીને ગ્રહ "મંગળ" દૂર રહ્યો બધાંથી,

કોને હતી ખબર કે

તમારી મુલાકાતને મંગળયાન બનાવતાં આવડે છે.


વિચાર્યું હતું કે પડીશ ન પ્રેમમાં કદાપિ,

કોને ખબર હતી કે

તમારી યાદને ગઝલ લખાવતાં આવડે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance