ધમકી
ધમકી
મીઠી ધમકી આપીને રોજ તું મને મનાવે છે,
પ્રેમના નામે કેવો જોને તું મને સતાવે છે,
લડાઇ ઝઘડાને રીસામણાં-મનામણાં રોજના,
કિસ્સા પછી એવા સુણાવી તું મને હસાવે છે,
કેવી લુચ્ચાઇ છે સજન તારા પ્રેમમાં આ,
મીઠાં શબ્દોની જાળ રચીને તું મને ફસાવે છે,
લાગણીનો પ્રવાહ સતત મને ભીંજવતો રહે,
જુદાઇની વાતો કરીને ક્યારેક તું મને રડાવે છે,
જાતથીયે વધારે વિશ્વાસ મૂક્યો છે તારામાં,
સાવ ખોટા ઊઠા વળી કદી તું મને ભણાવે છે.

