STORYMIRROR

SHEFALI SHAH

Romance

4  

SHEFALI SHAH

Romance

તારું આ રૂપ...

તારું આ રૂપ...

1 min
293

એક તો ગજબ કમાલ કરે તારું આ રૂપ,

ને એમાં પણ કેશમાં ગૂંથ્યા વેણીમાં ફૂલ,


મનમાં અપાર માદકતા પ્રસરાવે તારા ગેસુ,

ને વાતાવરણને મદહોશ કરે વેણીના ફૂલ,


સિતમ ગુજારે તારું જાજરમાન વ્યક્તિત્વ,

ને એમાં ચાર ચાંદ લગાવે તારી વેણીના ફૂલ,


લૂંટે લોકોના ચેન ગજગામિની તારી ચાલ,

ને એમાં હાયકારો લગાવે ચોટલાની વેણીના ફૂલ,


બસ કર હવે આ કેહર ઢાળવાનું ઓ મારી કામિની,

ને જરા સાચવ લહેરાતા તારા ચોટલાના વેણીના ફૂલ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance