નવરંગ
નવરંગ


નવરંગ ચુંદડી ઓઢી મારા પિયુ ઘેર ચાલી,
હરખાણી મલકાણી મારા પિયુ ઘેર ચાલી,
ઘૂંઘટમાં શરમાતી મારા પિયુ ઘેર ચાલી,
પગમાં પાયલ છનકાવતી મારા પિયુ ઘેર ચાલી,
પિયુ સંગ રંગાઈ મારા પિયુ ઘેર ચાલી,
જેમ ઉડ્યો નવરંગ ગુલાલ મારા પિયુ ઘેર ચાલી,
એમ થાઉં હું શરમથી લાલ મારા પિયુ ઘેર ચાલી,
ઝીલું છું તારુ નમણું વહાલ. મારા પિયુ ઘેર ચાલી,
આંગણામાં પાડી નવરંગ ભાત મારા પિયુ ઘેર ચાલી,
મારો પિયુ બહુ હરખાય મારા પિયુ ઘેર ચાલી.