આસપાસ છું
આસપાસ છું
તારા દિલની આસપાસ છું,
રખેને તારા શ્વાસોશ્વાસ છું,
તું તારા ચાંદને અનાવૃત કર,
હું કાળીડીબાંગ અમાસ છું,
ના શોધ મને અહીં તહીં હવે,
તુજ ઉર ધડકનનો પ્રાસ છું,
અલંકારે તું મારે છો અનન્વય,
તારી બાદબાકીમાં ખલાસ છું,
છવાઈ જાને મનમૂકીને પ્રિયા,
હું તો ખુલ્લું તારું આકાશ છું.

