તુ જ તો છે
તુ જ તો છે


હવા માફક બની રહ્યું છે જીવન જયારે,
મીઠી, ઠંડી વરસાદી સુગંધમાં તુ જ તો છે.
ઘૂંટાઈ રહ્યા સબંધોના વહેણ જયારે,
અખંડ વિશ્વાસના વિશ્વમાં તુ જ તો છે.
લખી રહ્યો છું વિલાપ શબ્દો ના જયારે,
કવિતા, ગઝલોના વિરહ વૃંદમાં તુ જ તો છે.
વસી રહ્યો હું અહમ, અંધવિશ્વાસના ઘરમાં જયારે,
મારી સુરક્ષારૂપી સથવારામાં તુ જ તો છે.