ભાગ્યમાં નથી
ભાગ્યમાં નથી
1 min
132
ગામની પ્રભાતે ઊગેલું કિરણ જોવું તારા ભાગ્યમાં નથી,
એ ગલી ગામને પાદર વગડે રમવું તારા ભાગ્યમાં નથી,
ઝાડ પંખી ડાળ ટહુકો સાંભળવું તારા ભાગ્યમાં નથી,
મમતાભર્યો મીઠો ઠપકો પામવું તારા ભાગ્યમાં નથી,
મિત્રો ભરી નિશાળે ફરી જાવું તારા ભાગ્યમાં નથી,
મંદિર, ગામનો ચોરો મઢી ભમવું તારા ભાગ્યમાં નથી,
ખેતર, પાદર, ધૂળિયે મારગ રખવડું તારા ભાગ્યમાં નથી,
ઝાકળ,વરસાદ, ભીની માટી સ્પર્શવું તારા ભાગ્યમાં નથી.
