રહેવા દે
રહેવા દે
તું આમ હવે પ્રેમનાં પારખાં કરવા રહેવા દે,
કરી બરબાદ જાત માનવ બોલવું રહેવા દે,
ખોદી પાયો પાપનો મકાન ચણવું રહેવા દે,
રંગી રંગભેદનો એકતાનો ચૂનો ચોપડવો રહેવા દે,
વાવી છોડ ખોટનો સાચા ફળ પામવા રહેવા દે,
ભોગી છો બે મુઠ્ઠી ધૂળનો સ્વરનો વ્હેમ રહેવા દે,
સ્વાર્થ ખાતર લાગણીઓને રોળવી રહેવા દે,
સંબંધ ટકાવવા એકબીજા માટે ગરજ રહેવા દે,
અંતે કંઈ નહિ તો ફરિયાદ કરવાને મળતા રહીશું 'ગીરી',
એકબીજા પર અધૂરી અપેક્ષાઓનું કરજ રહેવા દે.