Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Girimalsinh Chavda "Giri"

Others

2.8  

Girimalsinh Chavda "Giri"

Others

"ગામની મોભે"

"ગામની મોભે"

1 min
225


ગામની મોભે અમારે ત્યાં સોને મઢેલ સવાર નીકળે છે,

હૈયે હેલીને ને પાંખે પ્રેમ લઈ પંખી રોજે-રોજ નીકળે છે,


વાદળથી વ્હાલનો વરસાદ ઘરના નેવે આર-પાર નીકળે છે,

જીવન જીવવાની મોજેલી વાતું અહીં મોઢે-મોઢે નીકળે છે,


મહેમાન જો બનો દિલથી ડેલી-ડેલી આવકાર નીકળે છે,

ખતરે વાવેલ પાકને મહેનતની સુગંધ ઢેફે-ઢેફે નીકળે છે,


દોવાતી ગોરી ગાયોની આચરે માખણ હાથે-હાથે નીકળે છે,

હેતથી ખવરાવતી માતની આખે સ્વર્ગ આંખે-આંખે નીકળે છે.


Rate this content
Log in