રહી જશે
રહી જશે
1 min
328
આમ જો આવતી હવા ફૂલની દુશ્મન બની જશે,
લાગે છે કે ફૂલની ખેલેલી જિંદગી બરબાદ થઈ જશે,
છેલ્લું પાન પણ જો આવેલી વસંતનું આમ ખરી જશે,
બસ ખાલી દર્દની ઝૂલતી ડાળીઓ બાકી રહી જશે,
સૂરજ કોને આપીશ છાંયો ? અહીં માત્ર તડકો રહી જશે,
નહીં વરસે વેદનાની વાદળી એકલી ગર્જના રહી જશે,
છે કલરવ ઘણો સમય જતાં માત્ર ખાલી માળો રહી જશે,
ના કરીશ અભિમાન જાતનો છેલ્લે રાખ પણ ઊડી જશે.
