Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Girimalsinh Chavda "Giri"

Inspirational

4.0  

Girimalsinh Chavda "Giri"

Inspirational

વાતમાં માલ નથી

વાતમાં માલ નથી

1 min
168


જિંદગી છે જંગ પ્રેમની એવું કહો છો તમે,

પણ તમે જે કહો છો એ વાતમાં માલ નથી,


જીત મેળવવી અઘરી છે આદત પર તમારી,

પણ જલ્દી હાર માનીવી એ વાતમાં માલ નથી,


તાણ કરી-કરીને આવવું તારું નહીં ચાલે હવે,

સામેથી કરું જાણ કે આવ એ વાતમાં માલ નથી,


મજા-મજા છે જિંદગી જીવવામાં પણ એકલતામાં નહીં,

તારો સાથ ના મળે જિંદગીભર એ વાતમાં માલ નથી,


સંઘર્ષ અપાર કરી મેળવીશું મંઝિલ, મંઝિલ પ્રેમની,

આવે તોફાન પણ સાથે ન તરીએ એ વાતમાં માલ નથી,


બની મોજા દરિયાના સાથે વહીએ, ભીનાં પગલા માંડી,

બની યાદો કિનારા સુધી ન પહોંચીએ એ વાતમાં માલ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational