તું આમ આવ ના
તું આમ આવ ના
બાદ કરી બાદબાકીની જેમ તું આમ આવ ના,
વિતેલ દુઃખનો સરવાળો કરી તું આમ આવ ના,
માગ્યું હતું જે આપ્યું નહિ તો તું આમ આવ ના,
પ્રેમનું છેલ્લું પન્નુ વાંચ્યું નહિ તો તું આમ આવ ના,
અંતે જીતને હાર ધારી છે તો તું આમ આવ ના,
જિંદગીની બાજી હારી છે તો તું આમ આવ ના,
વાત પ્રેમીની કરી છે તો છોડી તો તું આમ આવ ના,
રીત જૂદી અપનાવી છે વાતની તો તું આમ આવ ના.
