શરદ પૂનમ
શરદ પૂનમ


આજ શરદ પૂનમ કેરી રાતલડી,
ને ચાંદ છૂપાયો મારો કઈ આભલડી.!?
તારા વિના આ ચાંદની ના લાગે રુડી,
ઝટ કરીને વીતી જાય આ રાતલડી.
એક તું છે ને બીજો પેલો મારો માધવ,
રાધા તડપે સાંભળવા એની વાંસલડી.
આવ જલદી આપણે પણ રમશું રાસ,
કારણ આજ છે પૂનમ કેરી રાતલડી.
આજ કૃષ્ણ વિના રંગ કેમ જામશે અહીં,
તારા દિદાર માં હવે તો ઝૂરે તારી ચાંદલડી.
આજની રાત પર સદીઓથી હક છે મારો,
તોય રાધા રાહ જુએ ને ઝૂરે એની આંખલડી.
ચાંદ તું ગોતીને લઈ આવ મારા માધવને,
આજ સાંભળશુ તું ને હું એની વાંસલડી.
થશે મિલન આજ મધૂરરજનીમાં અદ્ભૂત,
કારણ આજ છે શરદ પૂનમ કેરી રાતલડી.