STORYMIRROR

Dr.Riddhi Mehta

Romance

4  

Dr.Riddhi Mehta

Romance

પ્રેમની મીઠી કુંપળ

પ્રેમની મીઠી કુંપળ

1 min
216

પ્રેમ એ અઢી અક્ષરનું સોનેરી શમણું છે,

સાચા પ્રેમને પામી શકવો એ અઘરું છે !


હજું તો કુમળી જવાનીને પાંખ ફુટી છે,

પહેલીવાર કોઈની સાથે નજર મળી છે !


એમને જોઈને એક મીઠો અહેસાસ થયો,

જાણે ખાલીખમ દિલમાં કોઈનો વાસ થયો !


દિલ જાણે ઉછાળા મારી મળવા તડપે છે,

અત્રતત્ર સર્વત્ર ફક્ત તેમને સમીપ ઝંખે છે !


એકરાર કરતાં ગભરાય છે આ નાજુક દિલ,

તને ખોઈ બેસીસ એની છે મોટી બીક !


મનાવી લીધું આ ચંચલ મનનાં પ્રેમાળ દિલને,

સ્નેહ જતાવીને બચાવી લીધો એ અમુલ્ય સંબંધને !


Rate this content
Log in

Similar gujarati poem from Romance