આવશો ક્યારે ?
આવશો ક્યારે ?
સજીને બેઠી સોળે શણગાર, પ્રીતમ આવશો ક્યારે?
અઢેલી બેઠી થાંભલીને દૈ ભાર, પ્રીતમ આવશો ક્યારે ?
તાલાવેલી મિલનની મને પરોઢ થયા ત્યારની વણખૂટી,
કરીને યાદ દીધેલ કોલ કરાર, પ્રીતમ આવશો ક્યારે?
ના ઉકલતું કશુંયે કામ મુજને વસમીવેળા વિયોગની,
મારે મન તો તમે પ્રાણાધાર, પ્રીતમ આવશો ક્યારે?
થાકીથાકી આંખલડી મારી કરવાને તવ દીદાર આજે,
તમારા દર્શનથી મારે તહેવાર, પ્રીતમ આવશો ક્યારે ?
નયન વરસે, હૃદય ધબકે આવતા ખોટા ખોટા વિચાર,
ક્યાંય ગમે નહીં હવે પળવાર, પ્રીતમ આવશો ક્યારે ?

