STORYMIRROR

Rohit Prajapati

Romance

4  

Rohit Prajapati

Romance

હું કેમ ભૂલું

હું કેમ ભૂલું

1 min
365

વર્ષ ઓછું થયું કે વધ્યું ચર્ચામાં, હું કેમ પડું,

લાગણીઓમાં તારી ભળ્યા વિના, હું કેમ રહું,


અંગારપથ જેવી લાગતી હતી જિંદગી મારી,

ત્યારે તું ટાઢક બની આવી હતી, હું કેમ ભૂલું,


આ પણ છે દીવાળી ને પેલી પણ હતી દીવાળી,

સપનામાં રંગો તારા હાથે પૂર્યા એ, હું કેમ વીસરું,


કાલથી શરૂ થતું નવું વર્ષ દુનિયા માટે એ જાણું,

અવનવા દિવસોથી સજાવી તેં જિંદગી, હું કેમ ભૂલું,


બીજરૂપ પ્રેમને અંકુરિત કરી બનાવ્યું વટવૃક્ષ,

તારી પાલનની આ રીતભાત કોઈ કાળે, હું કેમ વીસરું,


અમાસના અંધારે ક્યારેક ઘેરાઈ એકાકી રહેતો,

તું બળી પ્રજ્વલિત થઈ મારે કાજે, હું કેમ ભૂલું,


ચાલ છોડ આ બધી ચર્ચા, વાતો ને ફરિયાદો,

તારા આલિંગનમા સ્વર્ગ સુખ એ, હું કેમ વીસરું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance