એકરાર પ્રેમનો
એકરાર પ્રેમનો
1 min
472
એમજ થોડા કર્યા હતા એકરાર પ્રેમના રંગે,
પામવો હતો પ્રેમ તારો પણ તારા પ્રેમના રંગે.
સ્વીકાર્યો ક્ષણિકભરનો પ્રેમ એકબીજા સાથે,
આમ ચાલ્યો પ્રેમ એકબીજાનો જીવનના રંગે.
આખરે થાક્યા જીવનના મતલબી પ્રેમ સ્વાર્થે,
છોડયો પ્રેમનો તરંગ વ્યવહાર દુનિયાની જંગે.
સાથી થવું હતું મારે મુશ્કેલ ભર્યા કાંટાળા પંથે,
ના મંજૂર કુદરતને વૈરીયા સાંજના પ્રેમને જોગે.
