આફતો
આફતો
1 min
55
જિંદગી ભરેલી પડી આફતોથી,
નવો તો દરરોજ ઊગે જ છે,
એનો એ જ જૂનો થઈ પાછો ઢળી જાય,
દિવસો આમ જ વિતતા રહ્યાં.
દસ, પંદર, વીસ, પચ્ચીસ 'ને?
બીજા વર્ષો,
એ પણ આગળ ઠાલવ્યા.
આવ્યા વિચારો,
ક્યાં સુધી ઠાલવીશ?
પછી મેં સામું જોયું,
ભૂલી ભૂતકાળ,
નવો રૂડો સમય લાવવો તો હતો,
આફતો તો આવવાની જ,
પછી તો હું ખૂબ લડી,
ડગલેને પગલે આફતો,
સમય વીતતો ગયો એમ જ,
સફળતા મળતી ગઈ,
સન્માન મળતા ગયા,
એ સન્માનમાં આફતો આવતી ગઈ,
એમ જ જીવનભર ચાલ્યા કર્યું બધું જ,
કેમ કે,
જિંદગી ભરેલી પડી આફતોથી.