આંધળો પ્રેમ
આંધળો પ્રેમ


ના કર એ આંધળા પ્રેમ પર ભરોસો જે,
ખુદ તો આંધળો છે, બીજાને શું તારશે?
પ્રેમ તો ના દિશા જોવે ના કાંટાળો રસ્તો,
જૂએ તો કોમળ મખમલ મુલાયમ રસ્તો.
પ્રેમ તો ના જોવે સંબધ કે ના સગાવહાલા,
જૂએ તો બસ પોતાના સ્વાર્થી પ્રેમ ને.
પ્રેમ તો ના જોવે કે સાચું શું છે કે ખોટું શું,
જૂએ તો બસ પોતાના પ્રેમની આનાકાની.
પ્રેમ તો ના જોવે માતાપિતા કે ભાઈબહેન,
જૂએ તો બસ પ્રેમમાં એક હું ને એક તું.
ના કર એ આંધળા પ્રેમ પર ભરોસો જે,
ખુદ તો આંધળો છે તો બીજાને શું તારશે?