હળવાશ
હળવાશ

1 min

23.4K
તારું સ્મરણ લેવાય છે હળવાશથી,
દિલમાં અગન ફેલાય છે હળવાશથી.
આવે છે સીધા પીઠ પાછળ ઘા છતાં,
આગળ હૃદય છેદાય છે હળવાશથી.
જીવન ભરેલું આફતોના નામથી,
સાથે તું છો, દેખાય છે હળવાશથી.
આવી મહેફિલમાં લગાડું રંગ જો,
તું પ્રેમમાં રંગાય છે હળવાશથી.
જ્યારે અચાનક થાય છે મેળાપ તો,
ભીતર વમળ રેલાય છે હળવાશથી.