STORYMIRROR

Vaishali Katariya

Romance

4  

Vaishali Katariya

Romance

પ્રણય ભૂલ

પ્રણય ભૂલ

1 min
424

એની ના ને ભૂલથી પ્રેમમાં હા સમજી બેઠી,

પ્રણયની અંકુરિત કળીને ફૂલ સમજી બેઠી.


કુમળા લીલોત્રા અંકુરને પાન સમજી બેઠી,

કઠોર ઇન્કારના પ્રણયને કોમળ સમજી બેઠી.


પાનખરની એ પતઝરને વસંત સમજી બેઠી,

રંગવિહીન પ્રણયરાગને રંગીન સમજી બેઠી.


સંબંધે નબળા કૂણાં મૂળને થડ સમજી બેઠી,

કાચા પ્રેમરાગને રંગે પાકા ફળ સમજી બેઠી.


સાંજની વૈરીયાને પ્રેમી પાગલ સમજી બેઠી,

પ્રણયની અંકુરિત કળીને ફૂલ સમજી બેઠી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance