STORYMIRROR

Vaishali Katariya

Inspirational

4  

Vaishali Katariya

Inspirational

વિચાર આવ્યો

વિચાર આવ્યો

1 min
87

મઝધારનેય ખેડી નાખવાનો વિચાર આવ્યો,

એને નાથીને જ તરી જવાનો વિચાર આવ્યો.


તપતા રણમાં ઝાંઝવા ખોટા રમાડી જાય છે,

ઉનાળે વરસીને હરાવવાનો વિચાર આવ્યો.


ઝંઝીરમાં બંધાય બેઠા છે બિચારા મૂક જીવ,

કેદમાંથી  છોડી  ઉડાડવાનો વિચાર આવ્યો.


ચૂપ નથી બેસતો ભરબપોરનો બેકાબુ વાયરો,

દીશાને તારી પાછો વાળવાનો વિચાર આવ્યો.


ગરીબોને દબાવી હંમેશા અમીરો વધતા જાય,

એનેય દિવસે તારા દેખાડવાનો વિચાર આવ્યો.


કહે બધા પ્રેમમાં ખોટ 'ને બદનામી મળે અહીં,

કૃષ્ણની સાથે રાધાનાં હોવાનો વિચાર આવ્યો.


હરાવી જાય છે મને લાગણીમાં બંધાયેલ સૂર,

દિલને મધ પાઈને હરાવવાનો વિચાર આવ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational