ઉપાય
ઉપાય
ઘરમાં ખુશહાલી લાવવાના કોઈ ઉપાય પૂછવા,
ચિંતાતુર પત્ની પહોંચી જગુ જ્યોતિષની પાસ,
શરણાગત થઈ રજૂ કરી પોતાની દિલની વેદના,
નથી સુખ શાંતિ ઘરમાં ઉપાય બતાવો ખાસ,
આંખોના અશ્રુ જોયા વહેતા એક અબલા નારીના,
જ્યોતિષજી સપનાંઓના આકાશમાં ઊડવા લાગ્યા,
સોળ શૃંગાર સંપન્ન સુંદર મોહિનીથી મળતાં નજર,
દિલમાં દબાયેલા અરમાન ફરીથી જાગવા લાગ્યા,
પાતળી કમર અને સુડોળ અંગ કેવાં શોભતાં સારા,
નખરાળી આંખોની સાથે હોઠ તો જાણે મધુશાળા,
કેશગુંફનની તો જાણે તે સોળ કળાની જાણકાર,
ચહેરા પર ફરતી લટોથી જાણે કેટલાંયને મારનાર,
પ્રેમસાગરમાં ડૂબકી લગાવી જ્યોતિષજી બોલ્યા,
સુંદરી ! તું ચાહે છે તારા ઘરમાં ખુશહાલી લાવવી,
તો બતાવું હું અચૂક ઉપાય, પહેલી રોટલી ગાયને,
અને છેલ્લી રોટલી ભૂખ્યા ભિખારીને ખવડાવવી,
પ્રેમદરિયાની લહેરોમાં ડૂબેલી રૂપાળી સુંદરી બોલી,
જ્યોતિષજી તમને એક ખાનગી વાત બતાવું છું,
તમે સાચું જ કહ્યું કે પહેલી રોટલી હું જ ખાવું છું,
અને છેલ્લી રોટલી મારા પતિદેવને ખવડાવવું છું.