Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Parmar

Abstract Inspirational

3  

Bharat Parmar

Abstract Inspirational

કાન આયો

કાન આયો

1 min
133


સોનાનાં પારણિયાં લાવો

દૂધ,દહીં ને માખણ લાવો,

વાંસળી લાવો ઝૂલડી લાવો

પાણી પીવાને કૂલડી લાવો,


ઘોડા લાવો, હાથી લાવો

ગીલી ડંડો ને બેટ લાવો 

આયો આયો કાનો આયો 

કામણગારો કાનો આયો,


મથુરામાં મોહન આયો

ગોકુળમાં ગોપાલ આયો

જશોદાનો લાલ આયો

દેવકીનો એ બાળ આયો,


મીરાંનો ગોપાળ આયો

ગાયોનો ગોવાળ આયો

દ્વારિકાનો નાથ આયો

કંસ તારો કાળ આયો,


રાધા તારો શ્યામ આયો

'વાલમ' થઈને કાન આયો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract